ગાંધીનગર ગુજરાત નું માત્ર પાટનગર જ નથી પણ ગાંધીનગર એક સુંદર શહેર છે સાબરમતી ના કિનારા પર આવેલું છે. ગાંધીનગર અને અમદાવાદ હવે એક બીજાના પર્યાય બની ગયા છે એવું પણ કહી શકાય . ગાંધીનગર એક વિશાલ સિટી તો ના કહી શકાય પણ જરૂર થી WELL PLANNED સિટી છે . ગાંધીનગર 30 સેક્ટર માં પથરાયેલું આકર્ષક અને નયનરમ્ય શહેર છે . ગાંધીનગર નું વાતાવરણ તેના વિશાલ રસ્તાઓ, દરેક સેક્ટર માં આવેલા ઉદ્યાન અને પાર્ક્સ એની અલગ ઓળખ છે . ગાંધીનગર નું બીજું ઉપનામ જ ગ્રીન સિટી છે .
ગાંધીનગર અને અમદાવાદ ની વચ્ચે ની જગ્યા હવે ટ્વીન સિટી તરીકે પણ ઓળખાય છે . ગાંધીનગર વિદ્યા અને વિધ્યાસખાઓ માટે પણ એટલું જ જાણીતું છે . Indian Institute of Technology, National Institute of Fashion Technology, National Institute of Design, Dhirubhai Ambani of Institute of Information and Communication Technology, Gujarat National Law University, Indian Institute of Hotel Management, અને આ લીસ્ટ ચાલતું જ રેહશે .
ગાંધીનગર છેલા કેટલાક વર્ષો માં પ્રવાસન ક્ષેત્ર માં પણ આગળ આવી ગયું છે , અક્ષરધામ , ઇન્દ્રોડા ઉદ્યાન , અડાલજ ની વાવ , અમરનાથ મહાદેવ , વૈષ્ણોદેવી , મહુડી જૈન દેરાસર આ છે ગાંધીનગર ની ઓળખાણ .
નવા આકર્ષણ માં સેક્ટર 1 નો લેક , મહાત્મા મંદિર , સેન્ટ્રલ વિસ્તા ઉદ્યાન , ગીફ્ટ સિટી વગેરે આવે છે. નવા ગાંધીનગર ના નાગરિક તરીકે મને બસ એક જ ચિંતા છે મારું આ ગાંધીનગર ક્યાંક જુપ્પડપટ્ટી અને દબાણ અંદર છુપાઈ ના જાય, દરેક સેક્ટર માં વધી રહેલા દબાણ અને ગંદગી ને હટાવશું તો આ મારું ગાંધીનગર આપનું ગાંધીનગર સૌ કોઈ નિહાળ્સુ
ગાંધીનગર નો વરિષ્ટ અને નિવૃત્ત નાગરિક




