Gandhinagar as seen by its lovely citizens

ઘણા એવા લોકો ની માન્યતા છે કે ગાંધીનગર એ ૧૦ થી ૬ વચ્ચે રમતું શહેર છે…!!!! આજે મેં એ શહેર ને તથા એ શહેર ની સવાર ને પારખી..!!!
ગાંધીનગર એ ઘ-૦ થી ઘ-૭ વચ્ચે રમતું શહેર..!!
ઘ-૦ પાસે આવેલ ટ્રાફિક પોલીસ ની પોલીસ ચોકી પાસે બેઠેલા પોલીસ અંકલ સવાર સવાર માં આજના સમાચાર શું કહી રહ્યા હતા એ જોઈ રહ્યા હતા….ત્યાં થી આગળ વધતા જ ઓફીસ જવા માટે સજ્જ થયેલો આજનો યુવાન ફોર્મલ કપડા માં સજ્જ થઈને ટાઈ સાથે જમણી બાજુ નાં ખભા પર પોતાનું લેપટોપ લગાવીને લેપટોપ બેગ સાથે તથા સ્માર્ટ ફોન હાથ માં લઈને પોતાની બસ ક્યારે આવશે એની રાહ સાથે સાથે ક્યાંક ડાબી બાજુ નાં કાંડા પર પેહેરેલી ઘડિયાળ માં જોઈ રહ્યો હતો અને ત્યાં થી આગળ નીકળતા નીકળતા ઘ ૨ પાસે મમ્મી નો હાથ પકડી ને એક સ્કુલ બસ ની વાટ જોતી એ દિકરી નાં માસુમ ચેહરા પર થી લાગી રહ્યું હતું કે ક્યાંક હજી આંખો મા તો ઊંઘ છે….અને બગાસા ને ચપટી મારી ને ઉડાતી એ દિકરી મમ્મી ની સાડી નો છેડા સાથે રમત પણ ક્યાંક કરી રહી હતી….આગળ ને આગળ પથીકા જોડે પોતાની જીપ માં કોઈ એક વ્યક્તિ આવી ને બેસી જાય એની રાહ જોઈ રહેલો પેલો જીપ વાળો ડ્રાઈવર અને એની બાજુ માં ગરમ ગરમ ચાની વરાળ શિયાળાની સવાર માં ઠંડી થવાનો પ્રયત્ન કરી રહી હતી તો ગરમ ગાઠીયા અને બટાકા પૌવાની સુંગધ પોતાનો સુર આવા આલ્હાદક વાતાવરણ માં પૂરી રહ્યા હતા…ઘ ૪ નાં ગાર્ડન માં રીટાયર્ડ હોવા છતાં દાદા પોતાના શરીર માટે હજી પણ એટલા જ ચિંતાતુર છે અને એટલા જ ફિટ રહેવા નાં પ્રયત્ન કરશે એવું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું અને જોગીગ અને નાની નાની કસરત ઓ તેઓ કરી રહ્યા હતા….ગુરુકુળ અને કડીકુળ બનેના યુનિફોર્મ એક સાથે જોવા મળે એવી જગ્યા એટલે ઘ-૫ સાયકલ પર બને સ્કુલ નાં ઘણા બધા છોકરાઓ જઈ રહ્યા હતા..અને ટોપી અને સ્વેટર માં સજ્જ થઇ ને ક્યાંક આ ઠંડી નો લસરકો નાં લાગી જાય એટલે..!!
પોતાની બસ માટે રાહ જોઈ રહેલો આ જ કાલ નો કોલેજયન ઠંડી હોવા છતાં જેકેટ ની ચેન ને ખુલ્લી રાખી ને જ ફરતો અને ટોપી પેહરવાનું નામ નહિ ક્યાંક માંડ માંડ કરેલી હેર સ્ટાઈલ બગડી જાય તો ??     અને છેલ્લું સ્ટેશન ઘ-૭ પર થી જીઈબી નાં પેલા ભૂગળા જેમાં થી ધીમે ધીમે બહાર આવી રહેલો ધુમાડો જે આખરે વાતાવરણ માં જઈને ગાંધીનગર ને ગુડ મોર્નીગ ગાંધીનગર કહી રહ્યો હતો..!!
શું છેને આલ્હાદક ગાંધીનગર સવાર નું વાતાવરણ??

gh 4 path (2)

Tagged , , . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>